તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th September 2025
એસટી બોર્ડમાં ૫૭૧ જગ્યાઓ માટે ખાસ દિવ્યાંગો અંગે ભરતીઃ ૧૦૦ માર્કસની પરીક્ષાઃ OMR પધ્ધતી
ઓનલાઈન અરજી ૧ ઓકટોબર રાત્રે ૧૧:૫૯ સુધી કરી શકાશેઃ પાંચ વર્ષ માટે રૂ.૨૬ હજાર પગાર

અમદાવાદ, તા.૧૯: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. કુલ ૫૭૧ જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે તારીખ ૦૧/૧૦/૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી ફિક્સ પગાર આધારિત છે, એટલે કે, પાંચ વર્ષ માટે રૂપિયા ૨૬,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવશે. ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી પાડવામાં આવી છે.
આ ભરતી માટે લાયકાતની વાત કરવામાં આવે તો, આ ભરતીમાં આવેદન કરવા માટે ૧૨ પાસ હોવું અનિવાર્ય છે. આ સાથે ૧૮થી ૩૩ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે જે તારીખ ૦૧/૧૦/૧૯૯૨થી ૦૧/૧૦/૨૦૦૭ વચ્ચે જન્મેલા લોક આ ભરતી માટે અરજી કરી શકે છે.
જો કે, અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારના નીતિ નિયમો પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએથી મળતી કંડકટર લાયસન્સ તથા બેઝ હોવું જરૂરી છે, તેની સાથે વેલીડ ફર્સ એઇટ સર્ટિફિકેટ પણ હોવું અનિવાર્ય છે. આ ભરતીમાં કુલ ૧૦૦ માર્ક્સની ઓએમઆર પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામં આવશે. પરીક્ષાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, સીલેબસ પ્રમાણે ૧૦૦ ગુણના પ્રશ્નોની O.M.R. પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય ૧ કલાકનો રહેશે.
આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહી. ખોટા, છેકછાકવાળા, એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનાં ગુણનું મુલ્યાંકન માઈનસ પદ્ધતિથી કરવામાં આવશે.
પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, એક કરતા વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ ૦.૨૫ ગુણ માઈનસ કાપવામાં આવશે. જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય તો E વિકલ્પમાં ડાર્ક કરશે તો તેમાં ગુણ માઈનસ કરવામાં આવશે નહીં.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
