<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

નવરાત્રિ પર્વઃ ગુજરાતના ઇતિહાસમાં સોૈ પ્રથમ વખત પ્રજાને સુરક્ષાના અહેસાસ સાથે લુખ્‍ખાઓને ‘સખણા રહેજો'નો મેસેજ આપવા પોલીસનું શક્‍તિ પ્રદર્શન

આખા વડોદરાની પોલીસ, અર્ધ લશ્‍કરી દળ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર, ક્રાઈમ બ્રાન્‍ચ વડા લીના પાટીલની આગેવાનીમાં ફ્‌લેગ માર્ચ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, સીઆઇડી વડા મનોજ અગ્રવાલની સૂચના મુજબ રાજ્‍યભરમાં ૭૦૦થી વધુ ‘શી' ટીમ ગરબા સ્‍થળે એક્‍ટિવ રાખવા સીઆઇડી એડી ડીજી અજય ચોૈધરી દ્વારા નિર્ણય અમદાવાદમાં ૪૦૦ થી વધુ કાર ગરબા સમયે પેટ્રોલિંગ માટે રિઝર્વઃ ૪૯ પોલીસ મથકની ‘શી' ટીમો નવરાત્રી સુધી જે તે પોલીસ મથકને બદલે પોલીસ કંટ્રોલ રૂમ અંડરમાં મુકી દેતા સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક

રાજકોટ તા.૧૯: સોમવારથી પ્રારંભ  થતા પવિત્ર નવરાત્રી અંતર્ગત યુવતીઓ ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ સંદર્ભે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા, CID વડા મનોજ અગ્રવાલની સૂચનાથી સીઆઇડી ક્રાઇમના વુમન સેલના એડિશનલ ડીજીપી દ્વારા સુરક્ષા અને સાવધાની અંતર્ગત તમામ પોલીસ કમિશનર, જિલ્લા વડાઓ અને રેન્‍જ વડાને આપેલ સૂચનોના ચુસ્‍ત અમલ સાથે વિધાર્થીઓના અભ્‍યાસમાં તથા સિનિયર સીટીઝનો, દર્દીઓને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે હાઈકોર્ટ દ્વારા જે રાત્રે ૧૨ વાગ્‍યાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેનો ચુસ્‍ત રીતે અમલ કરવા નિર્ણય લેવાયો છે. શહેરથી દૂર વિવિધ સ્‍થળોએ પણ આ નિયમ ચુસ્‍ત રીતે પાળવા પોલીસને આદેશ અપાયા છે.

ઉકત બાબતે સીઆઇડી ક્રાઇમ વુમન સેલના એડી ડીજીપી  અજય ચોૈધરીએ જણાવેલ કે ગુજરાતના વિવિધ શહેરોમાં ૭૦૦ થી વધુ સી ટીમ બાજ નજર રાખશે, ગરબા રમવાના ડ્રેસ સાથે આવારા તત્‍વોને પકડવા અને ટ્રેપ કરવા તમામ પ્રયત્‍ન કરશે. મોબાઇલ નંબર પણ સી ટીમ આપશે.

અમદાવાદમા કાયદો વ્‍યવસ્‍થાનું સામ્રાજ્‍ય અતૂટ રહે તે માટે સતત પ્રયત્‍નશીલ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા જડબેસલાક નિર્ણયો લીધા છે, ૪૯ પોલીસ મથકમાં સી ટીમ છે, તેને તાકીદે પોલીસ કંટ્રોલ નીચે મુકી દીધેલ છે , મેદાનમાં ફુલ સિકયોરિટી ગાર્ડ સંખ્‍યા આધારે રાખી વોચ ટાવર સાથે આખા શહેર પોલીસને ૪૦૦ થી વધુ પેટ્રોલિંગ ગાડીઓને પેટ્રોલીંગમાં મૂકી દીધી છે.

અમદાવાદ માફક વડોદરામાં રાજ્‍યના સહુથી મોટા ગરબાઓ થાય છે, ભૂતકાળમાં અહીં વિવિધ ધાર્મિક તહેવારો સમયે ઘટેલી ઘટનાઓથી લો એન્‍ડ ઓર્ડર વડાના અનુભવ આધારે માહિતગાર એવા સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર દ્વારા આખા શહેરમાં પોલીસ, વિવિધ વાહનો, બાઇક સાથે ફ્‌લેગ માર્ચ યોજી હતી, વજ્ર વાહન સાથે અર્ધ લશ્‍કરી દળો પણ ફ્‌લેગ માર્ચમાં જોડાયા હતા, અને સખણા રહેજો નહિંતર આગવી ઢબે સરભરાના મેસેજ તોફાની તત્‍વોને આપતા ધર્મપ્રિય લોકો આફ્રિન પોકારી પોલીસ કમિશનરને બિરદાવ્‍યા હતા.(૨.૧૬)

(2:21 PM IST)