<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ભૂપેન્‍દ્રભાઈ પટેલે જન્‍મદિવસે માતળગયા તીર્થ સિધ્‍ધપુરમાં માતળશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યુ

માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્‍ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્‍કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્‍મદિને શ્રેષ્ઠ ભાવસ્‍મરણ છે : ભૂપેન્‍દ્રભાઈ પટેલ : પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મુખ્‍યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્‍યાથી મુક્‍ત કરવાનો નિર્ધાર કર્યો હતો : મુખ્‍યમંત્રી : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત - પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્‍થિતિ

સિધ્‍ધપુરની સરસ્‍વતી નદીના કિનારે નિર્માણ થયેલા માતળશ્રી હીરાબા સરોવરની તકતી અનાવરણ કરતાં રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તસવીરમાં નજરે પડે છે (તસ્‍વીરઃ જયંતીભાઇ ઠકક્કર- પાટણ)

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વિકાસ પુરુષ અને યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫મા જન્‍મદિવસે માતળગયા તીર્થ સિધ્‍ધપુરમાં નિર્મિત માતળ શ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્‍ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્‍વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતળશ્રી હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જનશક્‍તિને જલશક્‍તિ સાથે જોડીને જળ સંચય, જળ સિંચન તથા છેવાડાના વિસ્‍તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્‍ચિત કરવાના આપેલા વિઝનને મુખ્‍યમંત્રીશ્રીના નેતળત્‍વમાં રાજ્‍ય સરકાર આગળ ધપાવી રહી છે.

તદઅનુસાર, રાજ્‍ય સરકાર અને ધોળકિયા ફાઉન્‍ડેશનના ફુલીબા ટ્રસ્‍ટના સહયોગથી સરસ્‍વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્‍તારોનું ધોવાણ અટકશે.

એટલું જ નહીં ૪૫૦ લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના ૧૫૦ હેક્‍ટર વિસ્‍તારને સિંચાઈનો પ્રત્‍યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના ૨૦થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સિધ્‍ધપુરના જનપ્રતિનિધિ અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્‍થિતિમાં માતળશ્રી હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું.

તેમણે રાષ્‍ટ્ર સેવા અને દરિદ્રનારાયણના ઉત્‍થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈનું સંસ્‍કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્‍મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્‍મરણ જણાવ્‍યું હતું.

સિદ્ધપુરના ધારાસભ્‍ય  અને કેબિનેટ મંત્રી  બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસે અદભૂત સંયોગ રચાયો છે. માતળતીર્થ ખાતે માતળશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્‍યની તક છે. ૨૦૦૫માં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સરસ્‍વતી, સાબરમતી અને નર્મદા ના નીર સિદ્ધપુરમાં લાવી ભગીરથ જેવું કાર્ય કર્યું હતું. સરસ્‍વતી નદીના નવ સર્જનને  માતળ શ્રી હીરા બા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને ‘અ' વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપવા માટે તેમણે મુખ્‍યમંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્‍યું કે, એક સમયે પાણીની અછત અને સતત દુષ્‍કાળની ઓળખ ધરાવતું ગુજરાત અને તેમાનું ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં નદીઓ સૂકાઈ જતી હતી અને સિંચાઈની સુવિધા અત્‍યંત મર્યાદિત હોય એવી સ્‍થિતિને કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી હતી.

આવા સમયે રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ ચિત્ર બદલવાનો સંકલ્‍પ કર્યો, જેના પરિણામે ગુજરાતે જળસંચય, સિંચાઈ અને જળવ્‍યવસ્‍થાપનમાં દેશભરમાં નવું ઉદાહરણ સ્‍થાપ્‍યું છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોને પાણીના એકપ્રએક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહ્વાન કરી જળવ્‍યવસ્‍થાપનની દિશામાં નક્કર પગલાં ભર્યાં. ટપક સિંચાઈ, નર્મદાના પાણીનું કુશળ વ્‍યવસ્‍થાપન, તળાવોનું નવીનીકરણ, ખેતતળાવડીઓનું નિર્માણ, સુજલામ સુફલામ કેનાલો, ઉદ્વહન યોજનાઓ અને ડીપ્રસિલ્‍ટીંગ જેવાં પગલાંઓએ ગુજરાતની ખેતીને નવી ઊંચાઈઓ આપી છે. ‘જળ એ જીવન પોષક'ના સૂત્રને ગુજરાતે સાકાર કર્યું હોવાનું જણાવ્‍યુ હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી  મુળુભાઇ બેરા, સાંસદ  ભરત સિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,  ધારાસભ્‍ય  લવિંગજી ઠાકોર, સચિવ પી.સી.વ્‍યાસ, જિલ્લા કલેક્‍ટર  તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી  સી.એલ પટેલ, પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રી ઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્‍યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા

(3:32 PM IST)