<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

વડોદરા મહાનગરપાલિકામાં દોઢસો જેટલી ફાઈલો ગુમ : અતાપી વન્ડરલેન્ડની જમીનની ફાઈલ ગુમ: પોલીસ ફરિયાદની માંગણી

સામાજિક કાર્યકરે ફાઈલો ગુમ થવા પાછળ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો: ફાઈલો ગુમ થતા અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા

વડોદરા મહાનગરપાલિકામાં દોઢસો જેટલી ફાઈલો ગુમ થઈ છે જેમા અતાપી વન્ડરલેન્ડની જમીનની ફાઈલ પણ ગુમ થઈ છે. મ્યુનિસિપલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી ફાઈલો ગુમ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોલીસ ફરિયાદ નોંધાવવા અંગે રજૂઆત કરી છે . જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની માગ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સામાજિક કાર્યકરે ફાઈલો ગુમ થવા પાછળ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. ફાઈલો ગુમ થતા અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. અને તટસ્થ તપાસની માગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે.. –

(8:36 PM IST)