<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

નર્મદા એસ.ઓ.જી એ રાજપીપળાથી પકડેલા MD ડ્રગ્સનું કનેક્શન અંકલેશ્વર પહોંચ્યું

રાજપીપળાના બંને યુવાનો પાસેથી 7 ગ્રામ 70 હજારની કિંમતના MD ડ્રગ્સનો જથ્થો મળતા બંનેને ચાર દિવસના રિમાન્ડ મંજૂર

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ઇતિહાસ માં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ઘટના આદિવાસી યુવાનો પર ડ્રગ્સના રવાડે ચઢ્યાં હોવા તરફ અંગુલિનિર્દેશ કરે છે. રાજપીપળામાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી એસ.ઓ.જીની ટીમને મળી હતી. પી.આઈ. વાય આર સિરસાઠ, પીએસઆઈ જે.એમ લટા તથા તેમની ટીમે શંકમંદો પર વોચ ગોઠવી હતી. જેમાં સિંધીવાડ લાલ ટાવર પાસે રહેતા ફિરોજ ઘોરી તથા ખત્રીવાડમાં રહેતા આફતાબ સોલંકી પોલીસની રડારમાં આવ્યાં હતાં. પોલીસે બંનેના મોબાઇલ ટ્રેસ કરી તેમના લોકેશન મેળવ્યાં હતાં. બંને એપીએમસી જીન કંપાઉન્ડ પાસે હોવાનું બહાર આવતાં તેમને કોર્ડન કરી લેવામાં આવ્યાં હતાં.અને ત્યાર બાદ આ બન્ને ની પૂછતાછ કરતા અન્ય એક આરોપી પણ ઝડપાઇ ગયો કુલ 3 આરોપીને પકડી તેમની પાસે રહેલી મોપેડની તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (MD) 7 ગ્રામ કિ.રૂ. 70 હજારનો મળી આવેલ હતો. બંને પાસેથી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. બંને ડ્રગ્સનું વેચાણ કરવાની ફિરાકમાં હતાં. તેઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને કોણ કોણ સામેલ છે જે બાબતની તપાસ ચાલુ છે.

   હાલમાં રાજપીપળા સિંધીવાડ લાલ ટાવર પાસે રહેતા ફિરોજભાઈ લાલુભાઈ ઘોરી તથા ખત્રીવાડમાં રહેતા આફતાબહુસેન ફિરોઝખાન સોલંકી બંનેને રાજપીપળા  કોર્ટમાં રજુ કરતા 4 દિવસના પોલીસ ને રિમાન્ડ મળ્યા છે આ રિમાન્ડ દરમ્યાન અંકલેશ્વર ખાતે એક મોટું નેટવર્ક ચાલુ છે. જેમાં કેટલાક નામો ખુલ્યા છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધારી છે. એક વધુ આ રેકેટમાં જોડાયેલ અંકલેશ્વરથી SOG પોલીસે ઝડપી લાવ્યા છે જેની હાલ નર્મદા પોલીસે આ આરોપીને પૂછતાછ શરૂ કરી છે.
 હાલ SOGની ટીમે MD ડ્રગનો કેટલોક જથ્થો સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે આ બંને વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમની સાથે કોણ ટીમ મેમ્બર છે કેવી રીતે આવું ગેરકાયદેસર ડ્રગ નર્મદામાં લાવે છે આ લોકો સાથે કોણ સંકળાયેલ છે આ તમામની તપાસ ચાલુ છે. આ બે શકશો સાથે એક વધુ ની ધરપકડ કરી છે કુલ ત્રણ છે જેમાં બે ને 4 દિવસના રિમાન્ડ મળ્યા છે આ રિમાન્ડ દરમ્યાન વધુ પૂછપરછ કરી જરૂરી દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ વિશાખા ડબરાલ, જિલ્લા પોલીસ વડા નર્મદાનાઓ એ જણાવ્યું હતું.



 

(9:57 PM IST)