<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

દૂધધારા ડેરીના 900 કરોડના શાસન માટે 100 ટકા મતદાન હાર જીત ભરૂચમાં થશે નક્કી

રાજપીપળા ખાતે APMCમાં 5 બુથોમાં 114 મતો માટે 100 ટકા મતદાન નોંધાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરૂચ દૂધધારા ડેરી ની અત્યાર સુધી થયેલી ચૂંટણી ક્યારે આવે અને જતી રહે એ સભ્યો સિવાય કોઈ જાણતું નહોતું છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલ જ આ ડેરીનો વહીવટ કરતા આવ્યા છે. આ ડેરીનૉ 900 કરોડનો વહીવટ થયો એટલે મોટ મોટા રાજકીય નેતા અને ઉદ્યોગપતિઓ આ ડેરીની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું, જેમાં ખાસ કરીને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ સામે ભાજપના જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરીનો જંગ રાજ્ય ભરમાં ચર્ચાનો વિષય બન્યો.

   નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણી માટેનું મતદાન થયું, ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચ દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં 14 બેઠકો માટે 296 મતદારોનું મતદાન થયું જેમાં રાજપીપળા APMC ખાતે 5 બુથો માં 114 મતો માટે નું મતદાન થયું અને 114 મતો નોંધાયા એટલે 100 ટકા મતદાન થયું જ્યારે ભરૂચ ખાતે સહકાર ભવન માં મતદાન 182 મતો માટે મતદાન થયું જેમાં પણ 100 ટકા મતદાન નોંધાયું. હવે 296 મતો આજે 14 બેઠકો નું ભાવી નક્કી કરશે. 28 ઉમેદવારોનું ભાવી હાલ મતપેટી માં બંધ છે. મતદાન પૂર્ણ થતાં ભરૂચ ખાતે મત પેટીઓ લઈ જવામાં આવી અને  પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ vs ભાજપ વચ્ચે સીધા જંગ માં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ ની પેનલ જીતે છે કે ભાજપના મેન્ડેન્ટ વાળી પેનલ વિરુદ્ધ જઈ ને પોતાના ઉમેદવારો લડાવતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ જીતે છે. તે જોવું રહ્યું.
 900 કરોડનું ટર્ન ઓવર વાળી આ ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે આગેવાનો વચ્ચે કાંટે કી ટકકર જોવા મળી જેમાં બંને પેનલોના આગેવાનોએ પોતાની જીતના દાવા કર્યા છે. અને  પોતાની પેનલ જંગી બહુમતીથી જીતે છે તેવી વાત કરી રહ્યા છે


 

(10:04 PM IST)