<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમનું આયોજન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા ખાતે તારીખ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુવાનોને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના રોડમેપ સાથે જોડીને ભારતને ૨૦૪૭ સુધીમાં પ્રગતિશીલ અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે પ્રેરિત કરવાનો હતો.

      ‘સેવા પખવાડા’ (૧૯ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર) હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ આઇકોન ક્રિષ્ના પંજવાણીએ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકારના ‘ભારત @ ૨૦૪૭’ ના પંચ પ્રણ અને ૧૧ સંકલ્પો વિશે વિગતવાર માહિતી આપી યુવાઓને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, તેમણે યુવાઓ સાથે યુવાસંવાદ પણ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ ભારતના યશસ્વી વડાપ્રધાનના આ સ્વપ્નને સાકાર કરવા કઈ રીતે સક્રિય ભાગીદારી આપી શકે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
    આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા યુવા અધિકારીઓ,  બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણા, યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગના કૉ-ઓર્ડીનેટર ડૉ. અમિતકુમાર ધોળકિયા, ત્રણેય વિદ્યાશાખાના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
   સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી અને રજિસ્ટ્રાર ડૉ. વિજયસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન કાર્યક્રમના નોડલ ઓફિસર અને સ્કૂલ ઓફ સાયન્સના એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકીએ કર્યું હતું

(10:17 PM IST)