News of Friday, 19th September 2025
ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદઃગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા

અમદાવાદ,તા.૧૯
ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે છૂટોછવાયો વરસાદ વરસ્યો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. જ્યારે ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા છે.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે શુક્રવારે (૧૯ સપ્ટેમ્બર) સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૪ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૃચના વાગરામાં ૩.૭૮ ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે સુરત સિટીમાં ૧.૮૧ ઇંચ, ભરૃચના ઝઘડિયામાં ૧.૧૪ ઇંચ વરસાદ થયો છે. આ સિવાયના અન્ય ૫૧ તાલુકામાં ૧ ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા છે. જ્યારે ૧૪ ડેમ ઍલર્ટ અને ૧૬ ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે.
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો. ઉપવાસમાંથી આવી રહેલી પાણીની આવકને લઈ પાનમ ડેમની જળસપાટી ૧૨૭.૪૧ મીટરે પહોંચી છે. પાનમ ડેમ સંપૂર્ણ ભરાતા રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડાયું છે. જેમાં ડેમનો ૧ ગેટ ૧ ફૂટ સુધી ખોલી ૧૪૨૬ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. જેમાં ખેતી પાક માટે પણ પાનમ કેનાલ મારફતે ૬૫૦ ક્યુસેક પાણી છોડવાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
