<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ગોધરામાં બાળકીનો જન્મ થતા જ તેનો વેચી માર્યાનો આક્ષેપ

ગોધરામાં માનવ તસ્કરીનો પર્દાફાશઃપોલીસે આ મહિલા સામે ફરિયાદ દાખલ કરી છે તેમજ બાળકીને દત્તક લેનાર દંપતી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી

પંચમહાલ,તા.૧૯

પંચમહાલના ગોધરામાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. ગોધરામાં દીપ મેટરનીટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. જન્મતાની સાથે જ બાળકીને વેચી દેવાનો આક્ષેપ કરાયો છે. બાળકીને જન્મ આપી માતા ફરાર થઈ ગઈ હતી. બાળકીને ગેરકાયદેસર રીતે દત્તક રાખનાર દંપતી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફ સહિત આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.વડોદરાના સાવલીમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ હતી. ગોધરામાં દીપ મેટરનીટી અને ચિલ્ડ્રન હોમમાં એક બાળકીને જન્મતાની સાથે જ વેચી મારી હોવાનો આક્ષેપ કરાયો છે. બાળકીને જન્મ આપનારી અજાણી મહિલા ફરાર થઈ ગઈ છે. પોલીસે આ મહિલા સામે ફરિયાદ દાખલ કરી છે. તેમજ બાળકીને દત્તક લેનાર દંપતી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોધરા પોલીસ આરોપી મિલનને લઈને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આરોપી મિલન રાણાને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ શરૃ કરી છે.

(10:31 PM IST)