<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

૭૦ હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારી ઝડપાયા

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં લાંચ માંગી

ગાંધીનગર, તા.૧૯

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસેથી ૭૦ હજારની લાંચ લેતા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના બે કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. ACBએ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ના આઉટ સોર્સ સુપર વાઈઝર અને ક્લાર્કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  વેઈટિંગ લિસ્ટમાં રહેલા લાભાર્થી પાસેથી ૭૦ હજારની માંગણી કરી હતી.  જેમાં ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ સહિતની કામગીરી માટે ય્ેંડ્ઢછના કર્મચારીએ લાંચ માગી હતી. સમગ્ર મામલે છઝ્રમ્ને જાણ કરતાં બંને કર્મચારીને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. છઝ્રમ્ ટ્રેપ ગોઠવીને રોહન પાર્કર અને નયન પરમાર નામના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:39 PM IST)