<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રાજ્યમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ : અમદાવાદ, સુરત અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ

સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દાહોદ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ : ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું વિદાય લઇ રહ્યું છે. જોકે હજી પણ રાજ્યના અમુક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાત અને વડોદરા સહિતના શહેરોમાં આજે ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક ભાગોમાં પાણી ભરાયા હતા. વડોદરા શહેરમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા, સુરત, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, અમદાવાદ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દાહોદ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 20 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા જણાતી નથી. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

  21 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નથી. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં અમુક સ્થળોએ જ્યારે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

22 અને 23 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, મહીસાગર, ખેડા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

24 અને 25 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે આણંદ, મહીસાગર, ખેડા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(10:52 PM IST)