હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વટવા, મણિનગર, ઘોડાસર, વસ્ત્રાલ સહિતના અનેક પૂર્વ વિસ્તારોમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ : વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું

અમદાવાદ :ગુજરાતમાં વિદાય લેતા પહેલા ચોમાસું ફરી એકવાર જામ્યું છે. અંતિમ તબક્કામાં ધોધમાર વરસાદે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કર્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું હતું અચાનક વરસાદને કારણે વાહન ચાલકો અટવાયા, જ્યારે વાતાવરણમાં ઠંડક વધી છે
હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડીરાતથી જ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે મોડી રાતથી અમદાવાદના વટવા, મણિનગર, ઘોડાસર, વસ્ત્રાલ સહિતના અનેક પૂર્વ વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. આજે (20મી સપ્ટેમ્બર) વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો
નવરાત્રિના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અનુસાર, શનિવાર (20મી સપ્ટેમ્બર)ના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. .









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
