<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ: સૌથી વધુ ભરૂચના વાગરા અને સુરતમાં પોણા ચાર ઇંચ ખાબક્યો

અમરેલીના લાઠીમાં 2.20 ઈંચ વરસાદ અને નવસારી તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો : રાજ્યના 16 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ભરૂચના વાગરામાં વરસાદ ખાબક્યો છે. વાગરા તાલુકામાં 3.78 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં 3.35 ઈંચ વરસાદ વરસ્યો છે

ઉપરાંત અમરેલીના લાઠીમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ નવસારી તાલુકામાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. 16 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 12 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 84 પૈકી 16 તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

(10:10 AM IST)