તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
નવરાત્રીમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે :ઉત્તર ગુજરાત સિવાય રાજ્યના અન્ય તમામ ભાગોમાં વરસાદની શક્યતા
રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના:આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાંથી ભલે વરસાદી વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું હોય પરંતુ જતા જતા મેઘરાજા ધડબડાટીના મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ એટલે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં સટાસટી બોલાવી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શકયતા નહિવત છે, જ્યારે પહેલા જ નોરતે મેઘો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસે તેવી શક્યતા છે. જ્યારે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. જ્યારે કે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
