હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
દિવાળી તહેવાર પહેલા સુરત-બ્રહ્મપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે: રેલમંત્રીની જાહેરાત
સુરત અને ઓડિશા વચ્ચેની મુસાફરી હવે વધુ સરળ :ઓડિશાથી ગુજરાતમાં વસતા હજારો પરિવારો માટે એક મોટી ભેટ

સુરત-બ્રહ્મપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે તેવી જાહેરાત કરાઈ છે, દિવાળી પહેલાં ઓરિસ્સાના પ્રવાસીઓને મોટી ભેટ મળી છે જેનાથી મુસાફરી હવે વધુ સરળ અને સુલભ બનશે. ગુજરાતના આર્થિક પાટનગર સુરત અને ઓડિશા વચ્ચેની મુસાફરી હવે વધુ સરળ બનશે
કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે, ઓડિશાના બ્રહ્મપુર અને સુરતના ઉધના વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ જાહેરાત દિવાળીના તહેવારો પહેલાં ઓડિશાથી ગુજરાતમાં વસતા હજારો પરિવારો માટે એક મોટી ભેટ સમાન છે. અમૃત ભારત એક્સપ્રેસ 20 એલએચબી કોચ અને ટ્રેનની બન્ને બાજુએ એન્જિન ધરાવતી ટ્રેન છે. જેથી આ ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બન્ને દિશામાં મહત્તમ 160થી 180 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવી શકે છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
