<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ભરૂચ અને નર્મદા જિલ્લાને સાંકળતી દૂધધારા ડેરીના ડિરેકટરો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી શરૂ

ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લા પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે અસ્તિત્વના જંગ સમાન ચૂંટણી : 30 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

ભરૂચ અને નર્મદા જિલ્લાને સાંકળતી દૂધધારા ડેરીના ડિરેકટરો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે. આયોજન ભવન ખાતે મત ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત પેટીઓ ખોલવામાં આવી. ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લા પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે અસ્તિત્વના જંગ સમાન ચૂંટણી છે. 15 બેઠકો ની ચૂંટણીમાં એક બિનહરીફ છે. 14 બેઠકો માટે 296 મતદારોએ મતદાન કર્યું છે. 30 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ગણતરીના સમયમાં થશે

(10:31 AM IST)