હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૯૩ દિવસ બાદ જેલમાંથી બહાર આવી કીર્તિ પટેલેઃ સાઉથની સ્ટાઈલમાં લૂંગી પહેરી રીલ બનાવી
રીલમાં કીર્તિ પટેલ દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં નજરે પડી રહી છે. તેણે કાળી લૂંગી અને બ્રાઉન બ્લેઝર પહેર્યો છે

સુરત,તા.૨૦: ગુજરાતની ચર્ચિત અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ૯૩ દિવસના જેલવાસ બાદ ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. કોર્ટમાંથી જામીન મળતા જ તે સુરત સબ જેલમાંથી બહાર આવી અને બહાર આવતાની સાથે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ધમાકેદાર રીલ પોસ્ટ કરી હતી.
રીલમાં કીર્તિ પટેલ દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં નજરે પડી રહી છે. તેણે કાળી લૂંગી અને બ્રાઉન બ્લેઝર પહેર્યો છે, સાથે ગોગલ્સ પહેરીને કારમાંથી બહાર આવતા તેનો બિન્દાસ અંદાજ ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. વીડિયોમાં તે હાથ ઉપર કરી મસ્તીમાં પોઝ આપે છે અને રસ્તા પર કોઈ ન હોવા છતાં અભિવાદન કરતી જોવા મળે છે.
રીલ સાથે તેણે કેપ્શન લખ્યું કેમ છો મજામાં..? આ સીધો સવાલ તેના લાખો ફોલોવર્સને સંબોધિત કરતો હોય તેમ લાગ્યો. ખાસ કરીને ગીતની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કેમ કે આ રીલ ગુજરાતી ગીત જંગલની જૂની જોગન ગીરથી આવી સિંહણ પર બનાવવામાં આવી છે, જે તેના મજબૂત સ્વભાવને ઉજાગર કરે છે.
રીલ પોસ્ટ થતા જ કીર્તિના ફોલોવર્સે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો. એક યુઝરે લખ્યું આખું ગુજરાત રાહ જોતું હતું કે ક્યારે કીર્તિબેન બહાર આવે. તેના જવાબમાં કીર્તિએ માત્ર બે શબ્દોમાં લખ્યું આજે પૂરી થઈ.
કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહી ચૂકી છે. અનેક વખત જેલના ચક્કર કાપવા છતાં તેની લોકપ્રિયતા ઘટી નથી. આ વખતે પણ ૯૩ દિવસ બાદની તેની પહેલી જ પોસ્ટે સોશિયલ મીડિયામાં તોફાન મચાવી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
