હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોડી રાત્રે વડોદરામાં ટોળાં આમનેસામને: જુનીગઢી અને છીપવાડમાં પથ્થરમારો: બે પોલીસકર્મી ઘાયલ
પોલીસને કલાકો સુધી માંડવી પાણીગેટ રોડ આમ નાગરિકો માટે બંધ રાખવો પડ્યો:સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધુ.

વડોદરામાં મોડીરાત્રે તંગદિલી ફેલાઈ હતી, માંડવી પાણીગેટ રોડ પર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચતાં મોટી સંખ્યામાં ટોળું ઉમટી પડ્યું હતું સીટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી બાનમાં લીધું હતું.કલાકો સુધી આ વિસ્તારમાં તણાવનો માહોલ રહ્યો. પોલીસને કલાકો સુધી માંડવી પાણીગેટ રોડ આમ નાગરિકો માટે બંધ કરવાની પોલીસને ફરજ પડી હતી .
મોડી રાત્રે ટોળાંએ જૂનીગઢી વિસ્તારમાં ધાર્મિક પર્વની ઉજવણી માટે ડેકોરેશનની કામગીરી ચાલતી હતી તે સ્થળે ઘુસી જઈ કરી તોડફોડ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉતેજના ફેલાઈ હતી. મોડી રાત્રે ટોળાં આમનેસામાને આવી જતા પથ્થરમારો થયો હતો. જેમાં જુનીગઢી અને છીપવાડમાં પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. લઘુમતીના ટોળાંએ માંડવી વિસ્તાર અને સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર બાનમાં લેતા ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસે તોફાનીઓને કાબુ કરવા માટે મોડી રાત સુધી પ્રયાસો કર્યા, અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધુ. જુનીગઢીમાં લઘુમતી ટોળાની ઘુસણખોરીથી બબાલ શરૂ થઈ, જે જોતજોતામાં પથ્થરમારામાં ફેરવાઈ. એક મહિના પહેલાં જ માંડવી પાણીગેટ રોડ પર શ્રીજીની સવારી પર ઈંડા ફેંકાયાની ઘટના પછી આ તણાવ વધ્યોહતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
