હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
સવારે 6 થી 10 સુધીમાં રાજયના 22 તાલુકામાં વરસાદ: સૌથી વઘુ ભરૂચમાં દોઢ ઇંચ ખાબક્યો
અમદાવાદ જિલ્લાના ધોલેરામાં ફણ એકાદ ઈંચ જેટલો વરસાદ નોંધાયો

અમદાવાદ :ગુજરાતમાં પાછુ ખેંચાઈ રહેલ ચોમાસા વચ્ચે 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે શનિવાર સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં વરસેલા વરસાદમાં સૌથી વઘુ ભરૂચ તાલુકામાં 1 ઈંચથી વઘુ વરસાદ વરસ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોલેરામાં ફણ એકાદ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સવારના 6થી 8 સુધીના 2 કલાકમાં 3 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ભરૂચના વાગરામાં વરસાદ ખાબક્યો છે. વાગરા તાલુકામાં 3.78 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતમાં 3.35 ઈંચ વરસાદ વરસ્યો છે
ઉપરાંત અમરેલીના લાઠીમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ નવસારી તાલુકામાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. 16 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
