<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનો-કાર્યકરો વિરૂધ્‍ધ ૧૨ મહિલાઓ અમિતભાઈ શાહને રજૂઆત કરશે!

આ ૧૨ ભાજપના મહિલા આગેવાનો ગુજરાતના કોઈપણ શહેરના કોર્પોરેટર અને હાલના ધારાસભ્‍ય પણ હોઈ શકે છેઃ મીટીંગ માટે સ્‍પેશ્‍યલ સમય ફાળવાયો હોવાની પણ ચર્ચાઃ જયેશ રાદડીયા પણ હાજર રહેશે?

રાજકોટઃ વડાપ્રધાન મોદીજી આજે સૌરાષ્‍ટ્રમાં છે. આગામી સોમવારે કેન્‍દ્રીય મંત્રી અમિતભાઈ શાહ પણ રાજકોટ આવી રહ્યા છે. આ વચ્‍ચે કંઈક રંધાઈ રહ્યાની ભારે ચર્ચા છે. નોરતા પછી કે દિવાળી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખપદની વરણી થઈ જાય તેવી વાતો પણ વહેતી થઈ છે. રાજકોટ શહેર ભાજપમાં પણ કંઈ ઠીકઠાક દેખાતું નથી. હોદ્‌ેદારો અને કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

આ વચ્‍ચે એવી વાત વહેતી થઈ છે કે આગામી સોમવારે અમિતભાઈ શાહ રાજકોટ આવી રહ્યા છે. જેમાં ૧૨ મહિલા દિગ્‍ગજો અમિતભાઈ સાથે મિટિંગ કરવાના છે. મીટીંગ માટે સમય પણ ફાળવી દેવાયો હોવાનું ચર્ચાય છે.

ગુજરાતભરમાંથી અંદાજે ૧૨ ભાજપના દિગ્‍ગજ આગેવાનો હોવાનું જાણવા મળે છે. જેમાં હાલના ધારાસભ્‍ય અને પૂર્વ તેમજ હાલના કોર્પોરેટરો પણ હોઈ શકે છે. આ મહિલા આગેવાનો અમિતભાઈને રજૂઆત કરનાર છે કે જે કોંગ્રેસ છોડી ભાજપમાં આગેવાનો-કાર્યકરોએ એન્‍ટ્રી કરી છે અને આ લોકો પક્ષમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે.

મનફાવે તેવા વર્તન કરે છે. કેટલાક તો પક્ષમાં આવતાની સો જ મોટા હોદ્‌ાઓ મળી ગયા છે. જ્‍યારે વર્ષોથી ભાજપમાં સેવા આપતા કાર્યકરોને કોઈપણ જાતનો હોદ્‌ો મળતો નથી. આ સહિત અનેક મુદ્‌ાઓ ઉપર પોતાની વાત રજૂ કરનાર હોવાનું ચર્ચાય છે. આ મીટીંૅગમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા પણ હાજર રહેનાર હોવાનું જાણવા મળે છે.

(12:15 PM IST)