હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
નર્મદા કેનાલ પાસે બર્થ ડે સેલિબ્રેટ કરતા કપલ પર લૂંટના ઇરાદે હુમલો: યુવકનું મોત અને યુવતી ગંભીર રીતે ઘાયલ
ખ્સે કપલ પાસેથી સોનાના દાગીના લૂંટી લીધા અને યુવક પર છરીથી હુમલો કર્યો

ગાંધીનગર : નવરાત્રી દરમિયાન ખૂણાખાચરે બેસતાં કપલ સાવધાન થઈ જજો. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે બર્થડે ઉજવી રહેલા એક કપલ પર અજાણ્યા શખ્સે લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. શખ્સે કપલ પાસેથી સોનાના દાગીના લૂંટી લીધા અને યુવક પર છરીથી હુમલો કર્યો હતો.
આ ઘટનામાં વૈભવ મનવાણી નામના યુવકનું સ્થળ પર જ મોત થયું અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘટનાની માહિતી મળતા ગાંધીનગર એસપી, એલસિબી, અડાલજ પોલીસ અને એફએસએલની ટીમોએ આગળ તપાસ હાથ ધરી છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
