હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે બેઠકો કરી તાળીઓ વગડાવી, પણ સમસ્યાનો ઉકેલ ના લાવીઃ ગેનીબેન ઠાકોર
વરસાદી પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. અનેક પશુધનના મોત થયા છે ખેડૂતોને ઘાસચારો મળ્યો નથી.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર પરિસ્થિતિ બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર અને તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો છે. અમુક યોજનાઓ લોકોને લાભ આપવાને બદલે હેરાન કરવા માટે બનાવી હોય તેમ લાગે છે. 10 દિવસ બાદ પણ સુઈગામ તાલુકાના ગામોમાં હજુ પણ ભરાયેલા પાણીનો કાયમી નિકાલ માટે તળાવ યોજના પર આજે ચર્ચા કરી છે. વરસાદી પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. અનેક પશુધનના મોત થયા છે ખેડૂતોને ઘાસચારો મળ્યો નથી. સરકાર પાસે ઘાસચારાની માગણી છતાં સંતોષકારક જવાબ નહીં. સરહદી વિસ્તારમાં તંત્ર અને સરકારે મીટીંગો ભરી તાળીઓ વગડાવી પરંતુ પગલાં ગંભીર નથી. સરહદી વિસ્તારની આ પરિસ્થિતિ માટે તંત્ર સરકાર જવાબદાર છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
