હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
અરવલ્લીના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :માત્ર અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ
મુખ્ય રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો: ખાડીયા ચાર રસ્તા અને લીમડા ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ

અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માલપુરના મુખ્ય રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાડીયા ચાર રસ્તા અને લીમડા ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઉપરાંત, મોરડુંગરી, સજ્જનપુરા કંપા, ભેમપુર, સોનિકપુર, ઇન્દ્રપ્રસ્થ મેડીટિબા અને અંબાવામાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
