હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરુડેશ્વરના ગોરા ગામની આદીવાસીની જમીન પર ગેરકાયદે કબજો: ભાજપ સરકાર સામે આપ પ્રમુખનો આક્ષેપ
બોજા હેઠળની જમીન હોવા છતાં કરોડોના પ્રોજેક્ટ – આદિવાસી હક્કોની બલી ચઢાવી: ગેરકાયદે બાંધકામનો વિરોધ કરનારા ગ્રામજનો પર ખોટા કેસ: નિરંજન વસાવાનો ખુલાસો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની હેક્ટરોની જમીન વિવિધ એજન્સીઓના નામે કરી દેવામાં આવી છે.આજે કોઈપણ વ્યક્તિને જમીન લેવી હોય, દેશના વડાપ્રધાન કે મુખ્યમંત્રીને પણ જમીન લેવી હોય તો સંવિધાનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યાં સુધી એક પણ રૂપિયાનો બોજો હોય ત્યાં સુધી એ જમીન કોઈપણ ખાતેદાર વેચી શકે નહીં અને સામે વાળો ખાતેદાર તેને લઈ શકે નહીં. તેમ છતાં પણ અહીંયા હાલમાં જે પણ ખાતેદારોના નામ છે તમામના નામે બોજા હેઠળની એન્ટ્રીઓ છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈ ટ્રસ્ટ બનાવીને અહીંયા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટ બનાવેલા દેખાય છે તમામ નકશા અને સર્વે નંબર સાથે તે જોઈ શકાય છે. આ આદિવાસી લોકોની જમીન છે અને તેમને તેમની જમીનનું એક રૂપિયાનું વળતર હજુ સુધી આપ્યું નથી કે તેમને કોઈ પણ જાતનો ન્યાય અપાવ્યો.
નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ વધુમાં કહ્યું હતું કે, ભણતરાની જે મંડળી છે તેના જીતા નાથા નો બોજો અહીંયા બોલે છે. 99 નંબરનો જે સર્વે નંબર છે એમાં પણ 20,000 રૂપિયા નો બોજો બોલે છે. આ સ્થાનિક લોકો જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તેના મુદ્દે રજૂઆત કરે છે તેમની ઉપર ખોટી FIR કરી દેવામાં આવે છે. અમારી પાસે તમામ જાતના કાગળિયાઓ પ્રૂફ તરીકે છે. અમે જ્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરવાનું કહીએ છીએ ત્યારે નીચલા અધિકારીઓ આવે છે અને આજુબાજુના ગામના લોકોને બોલાવે છે પરંતુ અમારી સાથે યોગ્ય બેઠક કરતા નથી અને અમારું કહ્યું સાંભળતા નથી.આ જે જમીનો છે જેના ઉપર બોજો બોલે છે એવી જમીનો ઉપર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી પોલીસને આગળ કરી નવા નવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અહીંયા બની રહ્યા છે. જે પણ પ્રાંત અધિકારી, તલાટી, મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. બોજો કમી કર્યા વગર કોઈપણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય છે? આવનારા દિવસોમાં કોઈપણ અધિકારી હોય, SOU સત્તા મંડળનો અધિકારી હોય, કલેકટર હોય કે એનાથી પણ ઉચ્ચ અધિકારી હોય તેઓ આ ખેડૂત ખાતેદારો સાથે મીટીંગ કરી તમામ લોકો સાથે ગ્રામસભા ભરી ગામની વચ્ચે જે ખેડૂતો સાથે અન્યાય થયો છે એ ખેડૂતોને ન્યાય અપાવે. ત્યારબાદ જ કરોડના પ્રોજેક્ટની કામગીરી છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની માંગણી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
