<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

વડોદરા વાયા પોઈચા બ્રિજ પરથી એસટી બસો ચાલુ કરવા વિવિધ વેપારી મંડળ, રાજપીપલાનું આવેદન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાથી વડોદરા જવા માટેનો શોર્ટકટ રસ્તો વાયા પોઇચા બ્રિજ પર નો છે હાલમાં આ માર્ગ ઉપરથી એસટી બસો બંધ હોય એ ચાલુ કરવા વિવિધ વેપારી મંડળ, રાજપીપલાએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે

આવેદનમાં જણાવ્યા મુજબ હાલમાં પોઇચા બ્રિજ બંધ હોવાથી રાજપીપળાથી વડોદરા વાયા તિલકવાડા થઈ અવર-જવર કરવા માટે ઘણી તકલીફ પડે છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેપારી વર્ગ અને સામાન્ય નાગરિકો કે જેઓ દરરોજ અપ ડાઉન કરે છે તેમનો ઘણો સમય બગડે છે તથા સમયસર પહોંચી શકતા નથી જેના કારણે રાજપીપળા થી વડોદરા વાયા પોઈચા બ્રિજ પરથી એસ ટી નિગમની તમામ બસ સેવા શરૂ થાય તેવી વિવિધ વેપારી મંડળ એ માંગ કરી છે.


 

(9:42 PM IST)