<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

રાજપીપળા બિરસા મુંડા ટાઈબલ યુનિવર્સિટી ખાતે મહિલા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, રાજપીપલા ખાતે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા(Entrepreneurship Development Institute of India) (EDII), અમદાવાદ ધ્વારા આયોજિત તથા MSMEs કમિશનોરેટ, ગુજરાત સરકાર ધ્વારા પ્રયોજિત, મહિલા ઉદ્યોગસાહસિકતા પ્લેટફોર્મના (ગુજરાત ચેપ્ટરના) અંતર્ગત બહેનો માટે “મહિલા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણો કેળવાય, ઉદ્યોગસાહસિકતાનું મહત્વ સમજે અને ઉદ્યોગના  વિચારથી લઈ અમલ સુધીની પ્રવૃત્તિ અંગે મહિલાઓને જાણકારી મળે તે હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર (ડો.) મધુકર પાડવી, તજજ્ઞ તરીકે EDII, અમદાવાદથી પ્રોજેક્ટ ઓફિસર સચિન પટેલ અને ડો. રવજીતસિંહ અટવાલ  ઉપસ્થિત રહ્યા હતા. તથા કાર્યક્રમના કોર્ડીનેટર અને સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડો. દિગ્વિજયસિંહ રાણા, સ્કૂલ ઓફ આર્ટસ અને સ્કૂલ ઓફ કોમર્સના આચાર્ય ડો. અમિતકુમાર ધોળકિયા, સર્વે સ્ટાફ અને ૧૫૦ જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી.   બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર (ડો.) મધુકર પાડવી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે તે જ રીતે આ કાર્યક્રમ થકી બહેનોમાં ઉદ્યોગસાહસિકતા અંગેના કૌશલ્યમાં વિકાસ થશે અને ભારતમાં સ્થિત સફળ મહિલા ઉદ્યોગસાહસિકના દ્રષ્ટાંત આપી કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રા. મીનલબેન વસાવા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ભૌતિક પટેલ અને ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.


 

(9:42 PM IST)