News of Saturday, 20th September 2025
બાળ લગ્ન અટકાવવા વિશેષ અભિયાન: નર્મદામાં ધાર્મિક સ્થળો પર બાળ લગ્નના વિરુદ્ધ ધર્મ ગુરુઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન ની સહયોગી સંસ્થા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાળ લગ્ન સમાપ્ત કરવા માટે વૈશ્વિક આંતધર્મીય અભિયાન 12 સપ્ટેમ્બર 2025 થી 24 સપ્ટેમ્બર 2025 સુધી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં નર્મદા જિલ્લાના પ્રતિષ્ઠિત નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર, પોઇચા ના અચલ જીવન સ્વામીજી દ્વારા બાળ લગ્ન એ અપરાધ છે તે બાળપણ શીખવાની, રમવાની, વિકાસની અને આધ્યાત્મિક ઉન્નતીનો તબક્કો છે. શિક્ષા અને પરિપક્વતા બાદ જ લગ્ન થવા જરૂરી છે. બાળકોના અધિકાર ની રક્ષા કરવી એ તાંમામ ધર્મના વ્યક્તિઓની જવાબદારી છે અને કાયદાની જોગવાઈ મુજબ લગ્ન કરાવવા માટે જાહેર જનતાને અપીલ નો સંદેશો પાઠવવા માં આવ્યો. જિલ્લાના 20 થી વધુ તમામ ધર્મના ધાર્મિક સ્થળો ઉપર બાળ લગ્નના વિરુદ્ધ ધર્મ ગુરુઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી અને બેનર લગાવી લોકોને બાળ લગ્ન ન કરાવવા માટે જાગૃત કરવામાં આવ્યા. ધર્મગુરુઓ, પુરોહિત, મોલવી, પાદરઓએ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનમાં જોડાઈને તેઓનું સમર્થન આપ્યું
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
