હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર ગામથી રૂ.૧.૪૨ લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા એલસીબી ટીમ હર હંમેશ દારૂ, જુગાર સહિત બે નંબરી વેપલા પર સતત નજર રાખી આવા તત્વોને પકડી ગુના દાખલ કરે છે, જેમાં હાલમાં ગરુડેશ્વર તાલુકાના નાનકડા અક્તેશ્વર ગામના એક મકાનમાંથી અંગ્રેજી દારૂનો મુદામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.આરોપી ફરાર છે.
મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા એ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને ડામવા અસરકારક કામગીરી કરવા સૂચના આપતા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવા ડી.આર.રાઠોડ પો.સ.ઇ. ને આપેલ સુચનાનાં ના આધારે એલ.સી.બી. ટીમના માણસો એ પ્રોહી. ની વોચ તેમજ પેટ્રોલીંગમાં કરતા તેમને મળેલ બાતમીના આધારે મનિષ ગોવિંદભાઇ તડવી રહે.અક્તેશ્વર, શેરે ટ્રાયબલ હોટલ તા.ગરૂડેશ્વર જી.નર્મદા ના અકતેશ્વર ગામે શેરે ટ્રાઇબલ હોટેલની બાજુમાં આવેલ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશે દારૂની નાની મોટી બોટલો તેમજ બીયર ના ટીન મળી કુલ બોટલો નંગ-૪૮૭ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા ૧,૪૨,૨૭૫/- નો મુદ્દામાલ ઝડપી પાડી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે જેના ઘર માંથી આ મુદામાલ મળી આવ્યો એ મનિષ ગોવિંદભાઇ તડવી પોલીસ ને મળી આવ્યો નથી, તેની શોધખોળ ચાલુ છે.
સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી : (૧)આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., નર્મદા.(૨) ડી.આર.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., નર્મદા (૩) એ.એસ.આઇ. ક્રિષ્નાભાઇ શંકરલાલ એલસીબી, નર્મદા (૪)એ.એસ.આઇ અશ્વિન ભાઇ જયસુખભાઇ, પેરોલ ફર્લો શાખા.નર્મદા(૫) અ.હે.કો.તરૂણભાઇ રમેશભાઇ, પેરોલ ફર્લો, નર્મદા(૬) આ.પો.કો.સુરેશભાઇ મંગાભાઇ, પેરોલ ફર્લો, નર્મદા નાઓ નો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
