News of Sunday, 21st September 2025
સેબી દ્વારા ક્લિનચીટ મળ્યા બાદ ગૌતમ અદાણી અમદાવાદના જૈન મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા
ગૌતમ અદાણીએ તેમની પત્ની સાથે પ્રીતિ અદાણી સાથે અમદાવાદમાં સ્થિત એક જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી: બંનેએ મંદિરમાં એક દિવો પ્રગટાવ્યો, પ્રતિમા સામે માથુ ટેકવ્યું, ભગવાનને પ્રણામ કર્યા,

અમદાવાદ :અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમની પત્ની સાથે પ્રીતિ અદાણી સાથે અમદાવાદમાં સ્થિત એક જૈન મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા.બંનેએ મંદિરમાં એક દિવો પ્રગટાવ્યો, પ્રતિમા સામે માથુ ટેકવ્યું, ભગવાનને પ્રણામ કર્યા, અદાણી પરિવારના એક નજીકના સબંધી હિંડનબર્ગ રિપોર્ટ પર સેબી તરફથી ક્લીનચીટ મળ્યા બાદ, અદાણી પરિવારે સેલિબ્રેશન કરવાને બદલે દેવતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પસંદ કર્યું હતું. 18 સપ્ટેમ્બરના રોજ જ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી હતી.
અદાણી પરિવારના એક સહયોગીએ જણાવ્યું હતું કે હિંડનબર્ગ કેસમાં સેબી તરફથી મળેલી ક્લીનચીટ માત્ર અદાણી પરિવાર માટે નિયમનકારી રાહત નથી, પરંતુ તે ખરાબી પર સારાનો વિજય છે, ધીરજ, વિશ્વાસ અને દ્રઢતાનો પુરાવો છે.
નોંધનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ, સેબીએ તેના અંતિમ આદેશમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપ સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી. સેબીએ અદાણી ગ્રુપ પર કોઈ દંડ લાદ્યો નથી. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને કોઈપણ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ગૌતમ અદાણીએ કહ્યું - સેબી દ્વારા સંપૂર્ણ તપાસ બાદ સત્ય બહાર આવ્યું
સેબીના નિર્ણય બાદ, ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટમાં કહ્યું, "સેબીની વિગતવાર તપાસ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે હિન્ડનબર્ગના આરોપોમાં કોઈ સત્ય નહોતું. અમે હંમેશા જે કહ્યું છે કે હિન્ડનબર્ગના દાવા પાયાવિહોણા હતા, તે હવે સેબીની સંપૂર્ણ તપાસ પછી ફરીથી સાબિત થયું છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
