<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

નવરાત્રિ દરમિયાન ફૂડ સ્ટોલ ધારકો માટે ખાસ કડક નિયમો અમલમાં મુકાયા: AMC ની ગાઇડલાઇન જાહેર

તમામ સ્ટોલ ધારકોએ ફરજિયાત રીતે લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન લેવું પડશે: કર્મચારીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ અને એપ્રોન ફરજિયાત

અમદાવાદ :નવરાત્રિ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્લોટમાં ફૂડ સ્ટોલધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે નવરાત્રિમાં પાર્ટી ફરજિયાત લાઇસન્સ લેવું પડશે. દરેક પાર્ટી પ્લોટ, રાસ ગ્રાઉન્ડ કે જાહેર ગરબા મહોત્સવમાં નાનાં-મોટાં ખાદ્યપદાર્થોના સ્ટોલ્સ લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ આવા ઇવેન્ટ્સ દરમિયાન જાહેર આરોગ્ય અને સુરક્ષા જાળવવી મહત્વપૂર્ણ બને છે. તેથી નવરાત્રિ-2025 દરમિયાન અમદાવાદ શહેરમાં ફૂડ સ્ટોલ ધારકો માટે ખાસ કડક નિયમો અમલમાં મુકાયા છે. 

   ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSS Act) મુજબ નવરાત્રિ દરમિયાન તમામ સ્ટોલ ધારકોએ ફરજિયાત રીતે લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન લેવું પડશે. આ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે foscos.fssai.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવી પડશે તથા જરૂરી ફી ભરવી રહેશે. આ લાઇસન્સ AMC હેલ્થ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. ભવિન જોશીની પૂર્વમંજૂરી પછી જ ઈસ્યુ કરવામાં આવશે. નોધનીય છે કે, લાઇસન્સ વિના ખાદ્ય પદાર્થોનું વેચાણ કાયદેસર ગુનો ગણાશે અને કડક કાર્યવાહી થઈ શકે છે

દરેક સ્ટોલમાં કામ કરતા કર્મચારીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ અને એપ્રોન ફરજિયાત છે.નખ અને વાળ કાપેલા હોવા જોઈએ તથા અંગત સ્વચ્છતાનું પાલન કરવું ફરજિયાત છે.ચેપી રોગોથી પીડાતા વ્યક્તિને સ્ટોલમાં કામ કરવા દેવું નહીં.ખાદ્ય પદાર્થોને સ્વચ્છ અને આવરણથી ઢાંકીને જ રાખવાના રહેશે.વાસી અથવા બગડીફૂડ પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા રોએક્સપાયરી ડેટવાળા પદાર્થો તેમજ પેકેજ્ડ વોટર, આઇસક્રીમ વગેરેનો ઉપયોગ ન કરવો

સ્ટોલ આસપાસ શ્રેષ્ઠ સ્વચ્છતા જાળવવી.ભીનો અને સૂકો કચરો અલગ-અલગપ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ટાળવો.

આગ જેવી જાહેર આરોગ્ય અને સલામતી સંબંધિત સરકારી શરતો અને સૂચનાઓનું પાલન ફરજિયાત.

(12:26 AM IST)