હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવામાન ખરાબ હોવાથી પીએમ મોદીનું હેલિકોપ્ટર ઉડી ન શક્યું: બાય રોડ 100 કિમીનું અંતર કાપી અમદાવાદ આવ્યા
લોથલ પ્રવાસ દરમિયાન હવામાન અચાનક બગડી જતા તેમના હેલિકોપ્ટરનું ઉડાન ભરવું શક્ય બન્યું નહોતું

અમદાવાદ : વડાપ્રધાન અન્રેન્દ્ર્ભાઈ મોદીએ આજે ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડનાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.ભાવનગરમાં જવાહર મેદાનમાં સભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલાં કામનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ લોથલમાં હવામાન ખરાબ હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહોતું. જેથી તેઓ બાય રોડ 100 કિમીનું અંતર કાપી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.
પ્રધાનમંત્રી મોદી 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં યોજાયેલ સભામાં લોકો ને સંબોધ્યા બાદ સીધા અમદાવાદ જિલ્લાના લોથલ માટે રવાના થયા હતા. અહીં તેઓ એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા માટે આવ્યા હતા. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા' અને 'ભારતના ઐતિહાસિક વારસાની ઉજવણી' જેવા વિઝન સાથે જોડાયેલો છે. તેઓએ મ્યુઝિયમના નિર્માણકાર્યની હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને સમયસર અને ગુણવત્તાયુક્ત કાર્યની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.
આ તરફ પીએમ મોદીના લોથલ પ્રવાસ દરમિયાન હવામાન અચાનક બગડી જતા તેમના હેલિકોપ્ટરનું ઉડાન ભરવું શક્ય બન્યું નહોતું. પરિણામે વડાપ્રધાને લગભગ 100 કિલોમીટરનું અંતર રોડ માર્ગે પાર કરીને અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી દિલ્હી જવા માટે વિમાને રવાના થયા. પીએમ મોદીની આ યાત્રાએ તેમનો કટિબદ્ધતા અને કાર્યપ્રતિ પ્રતિ સમર્પણ સ્પષ્ટ પરિલક્ષિત થયું જ્યાં હવામાન જેવી અડચણ હોવા છતાં પણ તેમણે લોથલના વિકાસકાર્ય માટે પોતાનો સમય ફાળવ્યો અને અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
