<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

ગાંધીનગરની અંબાપુર કેનાલ યુવકની પછરીના ઘા ઝીંકી હત્યા કરવાના કેસમાં પોલીસને આરોપીનું મળ્યુ પગેરુ

બર્થ ડે ઉજવતા યુવક અને યુવતી પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. ઘટનામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઇજાગ્રસ્ત યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

ગાંધીનગર: ગાંધીનગરની અંબાપુર કેનાલ પાસે થયેલી હત્યાના કેસમાં મળ્યું આરોપીનું પગેરું મળ્યું છે. પોલીસને ભૂતકાળના આરોપીઓની તપાસ કરતા મળી મહત્વની કડી મળી છે. CCTVમાં એક બાઇકચાલક કેનાલ તરફ આવ્યો હોવાનું જોવા મળ્યું છે. શંકાસ્પદ આરોપી હાલ જેલમાંથી પેરોલ પર આવ્યો છે બહાર. આરોપીનો મોબાઇલ પણ બંધ હોવાથી તેની તપાસ શરૂ કરાઇ છે.

શંકાસ્પદ આરોપી પર અગાઉ પણ કેનાલ પાસે લૂંટ અને મારામારીનો આરોપ છે. નર્મદા કેનાલ પાસે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. બર્થ ડે ઉજવતા યુવક અને યુવતી પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. ઘટનામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઇજાગ્રસ્ત યુવતી હાલ હોસ્પિટલમાં દાખલ છે.

મૃત યુવકની ઓળખ વૈભવ તરીકે થઈ છે. ઘટનાના સમયે તે સાથે યુવતી આસ્થાનું પણ હાજરીમાં હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમમાં સંદેશ મળ્યો હતો કે કેનાલ પાસે એક યુવકનો મૃતદેહ પડ્યો છે અને એક યુવતી ગંભીર હાલતમાં છે.

(12:13 PM IST)