News of Sunday, 21st September 2025
નવરાત્રી પૂર્વે અમદાવાદમાં ફરી મેઘમહેર : નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ

અમદાવાદ : નવરાત્રી પૂર્વે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસે છે. આજે અમદાવાદ પૂર્વના નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની કરી હતી આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
