તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
કડીમાંથી અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાયું: રણછોડ પટેલની SOGએ અટકાયત કરી
3 લાખથી વધુની કિંમતનો કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

મહેસાણાના કડીમાં અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. કડીના નાની કડીની આશીર્વાદ સોસાયટીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. તહેવારો પહેલા કડીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા તરેહ તરેહની વાતો થઈ રહી છે. ઘી ના અલગ અલગ બ્રાન્ડના પાઉચ નંગ 880 તથા 3 નંગ ડબ્બા ઝડપાયા છે. કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ઘીની કુલ કિંમત 3,11,600 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. મહેસાણા SOG એ બાતમી આધારે રેડ કરી હતી. રણછોડ પટેલ નામના શખ્સની SOG એ અટકાયત કરી છે. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગને જાણ કરવામાં આવી છે
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
