<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

પાવાગઢમાં ઉડન ખટોલાના જાગૃત સ્ટાફે CPR આપી એક શ્રદ્ધાળુનો જીવ બચાવ્યો

દર્શન કરવા આવેલ એક યાત્રાળુને અચાનક હાર્ટ એટેક આવ્યો : સ્ટાફની સમયસર અને સરાહનીય કામગીરીથી યાત્રાળુનો જીવ બચાવી શકાયો

પાવાગઢ ખાતે ઉડન ખટોલામાં દર્શન કરવા આવેલા એક યાત્રાળુને અચાનક હાર્ટ એટેક આવતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, ત્યાં હાજર ઉડન ખટોલાના જાગૃત સ્ટાફે તત્કાળ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપીને યાત્રાળુનો જીવ બચાવ્યો હતો. આ પછી, સ્ટાફે સમયસૂચકતા વાપરીને યાત્રાળુને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. સ્ટાફની આ સમયસર અને સરાહનીય કામગીરીથી યાત્રાળુનો જીવ બચાવી શકાયો છે

 


 

(6:54 PM IST)