<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

વડોદરાના ડભોઈમાં બંબોજ ગામમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ

નવીનગરી, ભાથુજી મંદિર વિસ્તાર અને બારિયા ફળિયું જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાયા :ગામમાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી

વડોદરાના ડભોઈમાં આવેલા બંબોજ ગામમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લીધે ગામમાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના પરિણામે નદીના પાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. ઢાઢર નદીમાં આવેલા પૂરને કારણે ગામના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.

   નવીનગરી, ભાથુજી મંદિર વિસ્તાર અને બારિયા ફળિયું જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોના જનજીવન પર સીધી અસર પડી છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોને ઘરવખરી અને અન્ય વસ્તુઓને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.  

 

(7:09 PM IST)