તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે:લારીગલ્લાના ધારકોને મોડીરાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે
ગરબા 12 વાગ્યે પુર્ણ કરવાનું પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જોકે હવે ગૃહમંત્રી દ્વારા વ્યાપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત

ગુજરાતમાં આવતીકાલથી નવરાત્રીનો વિધિવત્ત રીતે પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વનાં સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગુજરાતીઓ અને વિદેશી નાગરિકો પણ આવી રહ્યા છે. જો કે ગરબા 12 વાગ્યે પુર્ણ કરવાનું પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે હવે ગૃહમંત્રી દ્વારા વ્યાપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે.
હર્ષ સંઘવીએ ગરબાપ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ સાથે ગરબા રમાશે. ખાણી-પીણીની લારી ચલાવતા લોકો મોડે સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. તમામના હિતોને ધ્યાનમાં રાખીને લારીગલ્લાના ધારકોને મોડીરાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે. કોઇ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો 112 નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે.
ગૃહરાજ્યમંત્રી દ્વારા ખેલૈયાઓથી માંડીને વેપારીઓ સુધી તમામને રાહત થાય તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. નવરાત્રિ અંગે ગત્ત વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી છે. મોડી રાત સુધી ગરબા રમવાની વ્યવસ્થા કરી હોવાની તેમણે બાંહેધરી આપી હતી. નવરાત્રી તહેવારને લઈને ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ગુજરાતીઓ માટે સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ અંગે જાહેરાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. મહિલાઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા રમી શકશે તે માટે પોલીસ ફોર્સને પણ તહેનાત કરવામાં આવ્યો છે. માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ સાથે ગરબા રમાશે. નવરાત્રીની ગરિમા અને સાંસ્કૃતિ જાળવીને ગરબા રમવા માટેની અપીલ કરવામાં આવી હતી. મહિલાઓ, યુવતીઓને મોડી રાતે કોઈ તકલીફ સર્જાય તો 112 નંબર ડાયલ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
