<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

રાજ્યમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ પડ્યો :સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 95.18 ટકા

કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97, સૌરાષ્ટ્રમાં 95.18 અને દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો

અમદાવાદ :હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરતાં કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. નવસારી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિના પ્રથમ દિવસે નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત સુરત અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમા હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 110.27 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97, સૌરાષ્ટ્રમાં 95.18 અને દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉ.ગુજરાત સિવાયના જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે.નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

(8:23 PM IST)