<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ માર્ગો પર પડેલા ખાડાઓનો અનોખી રીતે કર્યો વિરોધ

ખાડા વાળા માર્ગ ઉપર પગપાળા હેલ્મેટ પહેરી તેમના ટેકેદારો સાથે ફરી આ પદયાત્રા થકી સરકાર અને તંત્રને જગાડવાનો પ્રયાસ

( ભરત શાહ દ્વારા )નર્મદા:હાલ ચોમાસાની ઋતુ માં નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો જેમાં ખાસ કરી ને નાંદોદ તાલુકામાં તો વરસાદે હદ વટાવી હોય તેમ હાલ શનિવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદના કારણે ગામના અને હાઇવે માર્ગોનું ધોવાણ થયું અને મોટા મોટા ખાડા પડ્યા હોય તંત્ર આ બાબતે ઉદાસીન જણાતા તેને જગાડવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ અનોખી રીતે વિરોધ કર્યો હતો.

   મળતી માહિતી મુજબ આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તેમના કાર્યકર્તાઓ સાથે નાંદોદ તાલુકાના વાવડી ગામથી ગોપાલપુરા ગામ સુધીના માર્ગ ઉપર પડેલા ખાડા બાબતે હેલ્મેટ પહેરી પદયાત્રા સાથે વિરોધ કરી સ્થાનિક તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતોં.
આ બાબતે નિરંજન વસાવાએ કહ્યું કે જિલ્લામાં ચારે તરફ માર્ગો ઉપર ખાડા પડ્યા છે, ભારે વરસાદ ના કારણે ઘણા રસ્તાઓનું ધોવાણ પણ થયું છે, સ્થાનિક તંત્રના અધિકારીઓ આ બાબતે ઉદાસીન હોય તેમ ખાસ કોઈ કામગીરી થતી નથી અને જ્યાં જ્યાં મરામતની કામગીરી થઈ છે ત્યાં જાણે વેઠ ઉતારાઈ રહી છે, ખાડા પૂર્યા બાદ એકાદ ઝાપટામાં ધોવાઈ જાય છે. અને કેટલાક મોટા ખાડાઓમાં વાહનો પડતા અકસ્માત થાય છે જેમાં કેટલાક ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે માટે અમે સ્થાનિક તંત્ર અને સરકારને આ કામગીરી યોગ્ય અને ઝડપી થાય એ માટે આ હેલ્મેટ પદયાત્રા કરી જગાડવાનો પ્રયાસ કર્યો છે


 

(9:28 PM IST)