<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

નર્મદા પોલીસે અલગ અલગ પો. સ્ટે. ની હદમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર છાપા મારી 15 હજારથી વધુના મુદામાલનો નાશ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં આદિવાસી મજૂર વર્ગની વધુ વસતી હોય જે પૈકી મોટાભાગના લોકો મજૂરીકામ કરી આવી સાંજે દેશી દારૂ ની લતે ચઢ્યા હોય છે અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા અડ્ડા દેશી દારૂના ચાલે છે. જોકે નર્મદા પોલીસ દેશી કે અંગ્રેજી દારૂના વેચાણ પર નજર રાખી ગુના દાખલ કરે જ છે ત્યારે હાલમાં એકજ દિવસમાં નર્મદા પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર રેડ કરી મુદામાલનો નાશ કર્યો હતો.

  મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં ચાલતી દેશી દારૂ ગાળવાની અલગ અલગ તાલુકાની ભઠ્ઠીઓ ઉપર નર્મદા પોલીસે છાપા મારી દારૂ બનાવવાનો વોશ સહિતના સામાનનો નાશ કરતા અન્યોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
મળતી વિગતો અનુસાર રાજપીપળા, ગરુડેશ્વર અને આમલેથા પોલીસે તેમના પો.સ્ટે. વિસ્તાર માં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર રેડ કરી તમામ ભઠ્ઠી તોડી નાંખી મુદામાલનો નાશ કર્યો હતો.


 

(9:36 PM IST)