News of Sunday, 21st September 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરત પહોંચ્યા : સી.આર.પાટીલના નિવાસ સ્થાને મહત્વની બેઠક
બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો: કાલે અમિતભાઈ શાહ ઇસ્કોન મંદિરનું કરશે ખાતમૂહુર્ત: રાત્રી રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં કરશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેઓ સુરત પહોંચ્યા છે. તેમની આ મુલાકાત રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરત પહોંચ્યા બાદ અમિતભાઈ શાહ સીધા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો થયો હતો
અમિતભાઈ શાહનું આ રાત્રી રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં થવાનું છે. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય બેઠકો અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાનો હોવાનું મનાય છે. આવતીકાલે અમિતભાઈ શાહ સુરત ખાતે ઈસ્કોન મંદિરના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ભાગ લેશે.
આ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત તેઓ ભાજપના નેતાઓ સાથે સંગઠન અને આગામી વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરશે તેવી અપેક્ષા છે. આ મુલાકાત રાજ્યમાં ભાજપની સંગઠનાત્મક મજબૂતી અને રાજકીય ગતિવિધિઓને વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
