<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

સાયલા હાઈવે પર એક જ દિવસમાં બે અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત : 13 લોકોને ઇજા

અકસ્માતોના કારણે સાયલાની સરકારી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

 

સાયલા હાઈવે પર એક જ દિવસમાં થયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 13 લોકોને ઈજા પહોંચી છે. પ્રથમ ઘટનામાં, ચોટીલા દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લેતા બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બીજા અકસ્માતમાં, મજૂરી કામે જતા શ્રમિકો ભરેલા વાહનને એક ડમ્પરે ટક્કર મારતા એક મહિલાનું મોત થયું અને 13 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બે ગમખ્વાર ઘટનાઓ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતોના કારણે સાયલાની સરકારી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે બંને અકસ્માતો અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 


 

(11:00 PM IST)