<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

સુરતના રાંદેર વિસ્તારમાં દારૂની મહેફિલ પર દરોડો : પાંચ મહિલાઓ સહિત કુલ 13 લોકોની અટકાયત

આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 1૭માં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી

સુરતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસે ફરી એકવાર તવાઈ ઉતારી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીના એક મકાનમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મકાન નંબર 1૭માં ચાલતી આ મહેફિલમાંથી પાંચ મહિલાઓ સહિત કુલ 13 લોકોની અટકાયત કરી છે. પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 

   મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. જ્યારે પોલીસ ટીમ મકાનમાં પહોંચી, ત્યારે ત્યાં હાજર લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, ગ્લાસ અને અન્ય સંબંધિત વસ્તુઓ પણ જપ્ત કરી છે. આ ઘટના દર્શાવે છે કે શહેરમાં પ્રતિબંધ હોવા છતાં કેવી રીતે સહેલાઈથી દારૂની પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. 

પોલીસે અટકાયત કરાયેલા તમામ 13 લોકો સામે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:22 PM IST)