<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

અમદાવાદના ચાંદખેડામાં પોલીસકર્મીઓએ તોડ કર્યો : દારૂની બોટલના બદલામાં પૈસા પડાવ્યા

મસ્કતથી આવેલા એક યુવકની ગાડીમાંથી દારૂની બે બોટલ મળતા પોલીસે તોડ કર્યો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે પોલીસકર્મીઓ સહિત ચાર લોકો સામે તોડનો ગુનો નોંધાયો છે. આ ઘટનામાં મસ્કતથી આવેલા એક યુવકની ગાડીમાંથી દારૂની બે બોટલ મળતા પોલીસે તેને જેલમાં પૂરવાની અને પાસપોર્ટ જમા કરાવવાની ધમકી આપી હતી. આખરે, તેમની પાસેથી રૂ. 1.50 લાખની માંગણી કરીને રૂ. 20,000 નો તોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ દારૂની બોટલો લઈને ફરાર થઈ ગયા હતા. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 PM IST)