<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

વિરમગામ તાલુકામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

શાહપુર નજીક બાઈકચાલકનું ST બસની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું : વિરમગામ-નળસરોવર રોડ પર ભેંસ અચાનક આડી આવતા બાઈકચાલકનું મોત

અમદાવાદના વિરમગામ તાલુકામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. શાહપુર નજીક, એક બાઈકચાલકનું ST બસની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે, વિરમગામ-નળસરોવર રોડ પર અન્ય એક અકસ્માતમાં ભેંસ અચાનક આડી આવતા બાઈકચાલકનું મોત થયું અને તેની સાથે સવાર મહિલાને ઈજા પહોંચી હતી. આ બંને દુર્ઘટનાઓની વધુ તપાસ નળસરોવર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

(11:48 PM IST)