હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GSTના અમલથી સરકારની આવક રૂ.૭થી ૯ હજાર કરોડ ઘટશેઃ ગ્રાહકોને ફાયદો થશે?
આજથી અમલઃ હવે દેશ સહિત રાજ્યમાં મોટાભાગની ચીજવસ્તુઓ, સેવાઓ પરના જીએસટીના દર ૦, ૫, ૧૮ કે ૪૦ ટકા થશે

અમદાવાદ,તા.૨૨: પ્રથમ નવરાત્રિના આજના નવલા નોરતાએ ગુજરાતમાં જીએસટીના હવે ચારને બદલે બે સ્લેબ લાગુ થશે. અગાઉ રાજ્યમાં જીએસટીના ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ હતા. જે હવે ઘટાડીને માત્ર પાંચ ટકા અને ૧૮ ટકા બે સ્લેબ કરવામાં આવ્યા છે, જેના કારણે ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. બીજીતરફ જીએસટીની આવક સીધી રાજ્ય સરકારની તિજોરીમાં જમા થતી હોવાથી ગુજરાત સરકારની જીએસટીની આવકમાં પ્રાથમિક તબક્કે વાર્ષિક રૂ. ૭થી ૯ હજાર કરોડના નુકસાનનો અંદાજ મૂકાઈ રહ્યો છે. જોકે, સમયાંતરે, ચીજવસ્તુઓ સસ્તી થતા તેની ખરીદી વધવાની સાથોસાથ સરકારને થનારા આ સંભિવત નુકસાનમાં થશે અને લાભનો સોદો પણ સાબિત થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે, પરંતુ ગ્રાહકોને કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં જીએસટીની આવક રૂ. ૮૦,૫૨૦ કરોડ અંદાજી હતી. હવે મનાય છે કે, જીએસટીના દરમાં ઘટાડાને કારણે સરકારની આ આવક ઘટીને ૭૫,૦૦૦ કરોડની આસપાસ પણ પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં રહે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દરેક બજેટમાં એમ કહેતી આવી છે કે, સરકાર દ્વારા કોઈપણ ચીજવસ્તુઓના ટેક્સમાં વધારો કરાતો નથી આમ છતાં વેરાની આવકમાં હજારો-કરોડો રૂપિયાનો વધારો જોવા મળતો હતો. જેનું મુખ્ય કારણ મોંધવારી-ભાવવધારો હતો કેમકે, જેમજેમ વસ્તુ કે સેવા મોંથી થતી જાય છે તેમ તેના ઉપર વસૂલાતી જીએસટીની આવકમાં વધારો થતો જોવા મળે છે. આમ છતાં એવી દલીલ જરૂર કરાય છે કે, જીએસટીના દરમાં ઘટાડો થવાથી લોકોને જીવન આવશ્યક વસ્તુઓ સસ્તી મળતી થશે. બચત થવાને કારણે લોકોની ખરીદશક્તિ વધતા ચીજવસ્તુઓની ખરીદીમાં પણ વધારો થશે અને અંતે આ ખરીદીમાં થનારા વધારાને કારણે સરકારની જીએસટીની આવકપણ યા તોસરભર થઈ શકશે કે તેમાં વધારો પણ થઈ શકશે.(૪૦.૭)
GSTના ચારના સ્થાને માત્ર બે સ્લેબથી શું અસર ?
૨૨મીને સોમવારથી દેશ સહિત ગુજરાતમાં (૧) અમુક ચીજવસ્તુઓ પરનો જીએસટી તો શૂન્ય કરી દેવાયો છે એટલે તેના ઉપર જીએસટી નહીં વસૂલાય એટલે તે વધુ સસ્તી થશે. આરોગ્ય વીમા પર લાગતો ૧૮ ટકા ટેક્સ પણ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. ૩૩ જેટલી આવશ્યક દવાઓ પર કોઈ ટેક્સ નથી, ખાસ કરીને કેન્સર અને ગંભીર રોગોની દવાઓ પર હવે કોઈ ટેક્સ નથી. (૨) આવશ્યક ચીજવસ્તુઓ હવેક ટકાના ટેક્સ સ્લેબમાં મળતી થશે. (૩) જયારે મોટાભાગની અન્ય વસ્તુઓ અને સેવાઓને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં પ્રાપ્ત થશે. (૪) તમાકુ, આલ્કોહોલ, સટ્ટાબાજી અને ઓનલાઇન ગેમિંગ જેવી મોજશોખની અને લક્ઝુરિયસ કાર વગેરેને ૪૦ ટકા જીએસટી સ્લેબમાં રાખવામાં આવી છે એટલે કે તે હાલ મળે છે, તેના કરતા મોંઘા થશે. સિમેન્ટ પરનો ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા થશે એટલે ઘર બનાવવા કે સમારકામનો ખર્ચ ઘટશે. ટીવી અને એસી જેવી ચીજો પરનો ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને છ ટકા કરાતા, તે સરતા થશે. ૩૫૦ CC સુધીની નાની કાર અને મોટરસાયકલ પર હવે ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ લાગશે. ઓટોપાર્ટ્સ અને થ્રી-વ્હીલર પરનો ટેક્સ પણ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.
આજથી કઈ વસ્તુઓ મોંઘી થશે?
પાન-મસાલા, પીવાનું પાણી, બિન-આલ્કોહોલિક પીણાં, કાર્બોનેટેડ ફળ, કેફીનયુક્ત પીણાં, વનસ્પતિ આધારિત દૂધ પીણાં, કાચા તમાકુ, સિગાર, ચિરૂટ, સિગારેટ, તમાકુ-નિકોટિન ઉત્પાદનો, કોલસો, બ્રિકેટ્સ, કોલસા આધારિત ઘન ઇંધણ, લિગ્નાઇટ, મેન્થોલ ડેરિવેટિવ્ઝ, મોટરસાઈકલ (350oc: થી વધુ), SUN અને લક્ઝરી કાર, રિવોલ્વર અને પિસ્તોલ, ખાનગી જેટ, બિઝનેસ એરક્રાફટ, હેલિકોપ્ટર.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
