<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

૫.૨૭ કરોડની સ્‍પ્રમ વહેલ માછલીની ઉલટી સાથે ભાવનગરનો શખ્‍સ સુરત SOG હાથે ઝડપાયો

દરિયાના તરતા સોના તરીકે જાણીતા પદાર્થ હવે સુરત આવી રહ્યાની સીપી અનુપમસિંહ ગેહલોતની આશંકા ફરી સાચી સાબિતઃ ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં મોટી સફળતા : SOG pi અશોક ચોધરી ટીમની અથાગ જહેમત ફળીઃ પોલીસ કમિશનર દ્વ્રારા SOG પીઆઇ અને ટીમની પીઠ થાબડી

રાજકોટ, તા.રરઃ દરિયાનું તરતુ સોનુ તરીકે ખૂબ જાણીતા બનેલ અને જેની કિંમત સાંભળી આંખો ફાટી જાય તેવી AMBERGEARS અને દેશી ભાષામાં કહીએ તો સ્‍પર્મ વ્‍હેલ માછલીની ઉલટી  હવે સુરત તરફ પણ આવી રહ્યાની આખા દેશમાં જેમનું વિશાળ નેટ વર્ક ધરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના કાન સુધી વાત પહોચતા તેમણે તુરંત આ બાબતે SOG DCP રાજદીપસિંહ નકુમને આ બાબતે   એલર્ટ કરેલ, સૂચના મળતા sog પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી દ્વાર આ બાબતને ખૂબ ગંભીર ગણી વિવિધ ટીમો બનાવી મેદાને ઉતરતાં મોટી સફળતા મળી છે.

ઉપરોકત સુચના અંતર્ગત પીઆઇ એ.પી. ચૌધરીના ટીમના એ.એસ.આઇ. હિતેષસિંહ દિલીપસિંહ તથા અ.હે.કો. કિરીટભાઇ સામજીભાઈ નાઓને માહીતી મળેલ કે ભાવનગરથી એક ઇસમ એમ્‍બરગ્રીસ (વ્‍હેલ માછલીની ઉલટી) લઈને વરાછા સુરત ખાતે વેચાણ કરવા સારુ આવે છે જેથી વરાછા હિરાબાગ સર્કલ ખાતે વોચ ગોઠવી આરોપી વિપુલભાઇ ભુપતભાઇ બાંભણીયા ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. ભડભડીયા ગામ પોસ્‍ટ ખડસલીયા તા.જી.ભાવનગર વાળાને ઝડપી પાડી તેની પાસે રહેલ પ્‍લાસ્‍ટીકની બેગ ચેક કરતા તેની બેગમાં રહેલ એમ્‍બરગ્રીસ(વ્‍હેલ માછલીની ઉલટી) વજન ૫,૭૨૦ કિલોગ્રામ જેની ઈન્‍ટરનેશનલ માર્કેટ કિ. રૂ. ૫,૭૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

મજકુર આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે આજથી થોડા સમય પહેલા પોતે હાથબ ભાવનગરના દરીયાકિનારેથી શોધીને લાવેલ હોય અને ભાવનગરમાં વેચાણ થયેલ ન હોય જેથી સુરત શહેર ખાતે વેચાણ કરવા સારૂ આવેલ હોવાની હકિકત જણાવેલ હોય.

મજકુર આરોપીની આગાળની કાર્યવાહી કરવા સારુ ગુજરાત ફોરેસ્‍ટ વિભાગ ડુમ્‍મસને સોપવામાં આવેલ છે.


 

ઉલ્‍ટી શબ્‍દ સાંભળતા ઉલટી થવા લાગે, પણ આ ઉલટીની કિંમત લાખો રૂપિયામાં છે

માનો યા ન માનો આ ઉલટીનો ઉપયોગ પરફયુમ બનાવવામાં થાય છે

સ્‍પર્મ વ્‍હેલના પાચનતંત્રમાંથી ઉત્‍પન્ન થતો મિણ જેવો પદાર્થ છે. જે દરીયા કિનારેથી અથવા દરીયામાં તરતો મળી આવે છે. શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે પરંતુ સમય જતા તે મીઠી સુગંધમાં ફેરવાઇ જાય છે. તેનો ઉપયોગ પરફયુમ ઉધોગમાં શ્‍શ્રફૂહ flexative  તરીકે થાય છે. જેની કિંમત આંતરરાષ્‍ટ્રીય બજારમાં બહુ વધારે હોવાથી તેને ‘ફલોટીંગ ગોલ્‍ડ' તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહીત ઘણા દેશોમાં સદર વેપાર ગેરકાયદેસર હોય જેથી WILD LIFE PROTECTION ACT ૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે.

(11:50 AM IST)