હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
શક્તિપીઠ પાવાગઢ ધામ પર વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો ધસારો
પાવાગઢના મહાકાળી માતા મંદિરમાં ભક્તો સવારે 4થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આરતી સવારે 6 અને સાંજે 7 વાગ્યે થશે

પાવાગઢ : શક્તિપીઠ પાવાગઢ ધામ પર વ્હેલી સવારથી જ ભાવિક ભક્તોનો ધસારો જોવા મળ્યો. આજે પ્રથમ નોરતું હોઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના દર્શને પાવાગઢમાં ઉમટ્યા હતા અને આરતી દર્શનનો લાભ લીધો હતો. આસો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓના ધસારાને જોતા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગે ખૂલશે. તો નવરાત્રીના અન્ય દિવસોમાં સવારે 5 થી રાત્રીના 8 દરમિયાન ભક્તોને માતાના દર્શન થશે.
પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના મહાકાળી માતા મંદિરમાં ભક્તો સવારે 4થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આરતી સવારે 6 અને સાંજે 7 વાગ્યે થશે
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
