<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

નવલા નોરતાના પહેલા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો

વહેલી સવારથી જ મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું

નવલા નોરતાનો આરંભ થયો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો આજે માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. માઈભક્તો મા અંબાના દર્શન બાદ પોતાના ઘરે ઘટસ્થાપન કરતા હોય છે.  ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે સ્થાપના કરવા માટે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત લીધી.. વહેલી સવારથી જ મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે. મહત્વનું છે કે નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.  અંબાજી મંદિરમાં સવારે આરતી ૭:૩૦થી ૮, સવારે દર્શન : ૮ થી ૧૧ઃ૩૦, રાજભોગ : બપોરે ૧૨, બપોરે દર્શન : ૧૨:૩૦થી ૪:૧૫, સાંજે આરતી : ૬:૩૦થી ૭, સાંજે દર્શન : ૭થી ૯. પ્રથમ નોરતે સવારે ૯થી ૧૦:૩૦ના ઘટ સ્થાપન  

(12:02 PM IST)