<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

TET-1 અને TET-2 પાસ ઉમેદવારોને મોટો ફાયદો:સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ

પાંચ વર્ષ અથવા નવી શિક્ષણ નીતિ જે વહેલું હોય તે રહેશે. હવેથી સર્ટીફિકેટની વેલિડિટી પાંચ વર્ષની રહેશે:સરકારના નિર્ણયને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારોને રાહત મળશે

અમદાવાદ :ટેટ-1 અને ટેટ-2 ની સર્ટિફિકેટની સમય મર્યાદા 3 વર્ષની હતી. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટેટ-1 અને ટેટ-2 ના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારવામાં આવી છે. પાંચ વર્ષ અથવા નવી શિક્ષણ નીતિ જે વહેલું હોય તે રહેશે. હવેથી સર્ટીફિકેટની વેલિડિટી પાંચ વર્ષની રહેશે. હાલ ટેટે-1 અને ટેટ-2 ના સર્ટિફિકેટની સમય મર્યાદા 3 વર્ષની છે. શિક્ષણ વિભાગે નોટીફિકેશન જાહેર કર્યું છે. સરકારના નિર્ણયને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારોને રાહત મળશે.

   રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2 ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 12 ઓક્ટોમ્બર 2025 ના રોજ યોજાનાર છે. 

    ટેટ-1 ની પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે ટેટ-2 ની પરીક્ષા બપોરે 3 થી 5 વાગ્યા સુધી લેવામાં આવનાર છે. ટેટ-1 અને ટેટ-2 માં રાજ્યમાં ચાર શહેરોમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પરીક્ષા લેવામાં આવશે 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા ઉમેદવારો દ્વારા તૈયારીઓને વધુ વેગવંતી બનાવી છે. પરીક્ષા સબંધિત વધુ માહિતી તેમજ પ્રવેશપત્ર આગામી સમયમાં વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તેમજ તમામ ઉમેદવારોને વેબસાઈટ પર નિયમિત રીતે અપડેટની તપાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.  

(1:22 PM IST)